અંધારા માં ભરૂચ પાલિકા નૉ વિકાસ, સ્ટેશન રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થા માં અને બોલો….ક્ષર્મિકો કરી રહ્યા છે લાખો ના મંજુર થયેલ રસ્તા ની કામગીરી
ભરૂચ શહેર ના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ વિસ્તાર માં શાલીમાર થી લઈ સ્ટેશન સહિત ના માર્ગ નું નવીનીકરણ થઈ રહ્યું છે, લાખો રૂપિયા ના ખર્ચે તૈયાર થતા આ માર્ગ પર કાર્પેટિંગ કામગીરી રાત્રીના સમયે હાથ ધરવામાં આવે છે, પરંતુ અહીંયા આંખે ઉડી ને વરગે તેવા ડ્રશ્યો સામે આવ્યા છે,
રાત્રીના સમયે માત્ર એક કે બે જ સ્ટ્રીટ લાઈટો સ્ટેશન રોડ વિસ્તાર માં ચાલુ હતી તે દરમ્યાન જ ક્ષર્મિકો રસ્તા ની કામગીરી કરતા નજરે પડ્યા હતા, જે બાબત જાગૃત નાગરિકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે, આખરે અંધારા માં કામગીરી કરાવતા પાલિકા પાસે એવા ક્યા જાદુઈ છડી વારા કોન્ટકરો છે તે બાબત જાણવી જરૂરી બની છે,
શું આ પ્રકારે અંધારા માં શહેર ના મુખ્ય માર્ગ ની કામગીરી કરવી કેટલી યોગ્ય..? તેવા અનેક સવાલો હાલ સામે આવેલા આ ડ્રશ્યો બાદ થી ચર્ચાઈ રહ્યા છે, તેવામાં આમ પણ અંધારા માં દેવા ફૂંકી વરેલું પાલિકા નું જાગૃત તંત્ર પ્રજા ના પૈસાનૉ રસ્તા ની કામગીરી માં વેડફાટ ના થાય માટે જાગૃતિ દર્શાવી ક્ષર્મિકો ને પૂરતી વીજળી સુવિધા પૂરી પાડી શહેર ના મુખ્ય માર્ગ ને ટના ટન બનાવે તો જ ખરા અર્થે વિકાસ મજબૂત થયો છે તેવી બાબત ને સમર્થન મળી શકે છે, બાકી આ ડ્રશ્યો જ કહી જાયઃ છે કે.. કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના……….