ભરૂચના ઝંઘાર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ચોથો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો,
આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં બાર યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા…
ભરૂચના ઝંઘાર મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા ચોથો સમૂહ લગ્ન ઘણી સફળતાપૂર્વક યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાત ખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજર જનોના હૈયા ડોલાવ્યા હતા. હઝરત મૌલાના અલ્તાફ મિસ્બાહી (ઉસ્તાદ જામિયા મુઇનીય્યહ અઝહરૂલ ઉલૂમ ભરૂચ) તેઓ એ બયાન દ્વારા સમાજ ને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દુર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો. આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઇ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો.
સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા – દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલ્માંએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ એહમદ બાવા ટંકારિયા, મિસ્બાહી મિશન ભરૂચના નીગરાં હઝરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસ્બાહી ભરૂચ, હઝરત સૈયદ ઝિયાઉદદીન બાવા અંભેટા અને હઝરત સૈયદ અસગર અલી બાવા સામરી તેમજ વિશેષ ઉલમાં મેહમાન તરીકે હઝરત મુફ્તી મોહસીન મિસ્બાહી (સદર મુફ્તી ભરૂચ) તથા હઝરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને સમાજ સેવક હાજી અબ્દુલ્લાહ સાહેબ કામઠી તથા મિસ્બાહી મિશન ભરૂચના જીમ્મેદાર જનાબ તોસિફ ભાઈ પટેલ અને ઇબ્રાહિમ ભાઈ વતાનિયા તેમજ વિદેશથી પધારેલા ઝંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહ મિસ્બાહી મિશન ઝંગાર બ્રાન્ચના સર્વ નવ યુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગિરિ સુધી હાજર રહી ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાની સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો તેમજ દક્ષિણ ગુજરાત વીજળી વિભાગનો પણ પુરે પૂરો સહકાર રહ્યો હતો…
:-