BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબના સાધનની સહાય કરવામાં આવી હતી.
BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કંપની દ્વારા ઘણા વર્ષોથી સીએસઆર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે આ પ્રવૃત્તિ હેઠળ દહેજ ગામના વાગરા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબના સાધનો સ્ટ્રેચર વ્હીલ ચેર કોમ્પ્યુટર રેફ્રિજરેટર મશીન આરઓ સિસ્ટમ અને મેડિકલ ટ્રેઝ સહિતની સાધન સહાય csr પ્રવૃત્તિ હેઠળ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વાગરા તાલુકાના હેલ્થ ઓફિસર ડો. પ્રવીણકુમાર સિંગ, માજી સરપંચ અશોક પંજવાણી, મીરાબેન પંજવાણી , વાઈસ પ્રેસિડેન્ટ મનોજ પટેલ, યુનિટ હેડ મહેશ ત્રિવેદી, નરેન્દ્ર ભટ્ટ , BEIL નો સ્ટાફ તથા ગામના સભ્યો, આશા વર્કર બહેનો , આંગણવાડીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.