*જામનગર રોજગાર કચેરી અને સરકારી વાણીજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને પાસપોર્ટ વિષયક સેમીનાર યોજાયો*
જામનગર રોજગાર કચેરી અને સરકારી વાણીજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે પાસપોર્ટ અવેરનેશ અને પાસપોર્ટ વિષે માર્ગદર્શન તથા વિદેશ રોજગાર અને રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં રોજગાર કચેરી જામનગર ખાતે ફરજ બજાવતા એમ્પેક્ષ-બી કેરિયર કાઉન્સેલર શ્રી અંકિતભાઇ ભટ્ટ દ્વારા સેમીનારની શરૂઆતમાં રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલ છે, કેવી રીતે એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ડોક્યુમેન્ટ જરૂરી છે તેની સવિસ્તાર માહિતી આપી હતી. તથા વિદેશ રોજગાર સેલ રાજકોટથી પધારેલ શ્રી હાર્દિકભાઈ મહેતા અને શ્રી હમીર ચૌહાણ દ્વારા પાસપોર્ટ કેવી રીતે કઢાવવો, પાસપોર્ટ માટે ઓનલાઇન એપ્લીકેશન કેમ કરી શકાય તથા પ્રવતમાન સમયમાં થતા પાસપોર્ટ સબબ છેતરપીંડીથી કેમ બચી શકાય તે વિષે ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું.
આ કારકિર્દીલક્ષી સેમીનારમાં ૧૨૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શ્રી સરકારી વાણીજ્ય કોલેજ જામનગરના આચાર્યશ્રી ડૉ.એચ.બી.ઘેલાણીએ સેમીનારના અંતે જણાવ્યું હતું કે એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પ અને પાસપોર્ટ વિષે પીપીટી સાથે સચોટ માર્ગદર્શનના સેમિનારો વધુમાં વધુ કોલેજોમાં થવા જરૂરી છે. તેમ સુ.શ્રી એસ.બી.સાંડપાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.