ભરૂચના જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા નગરપાલિકાના કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી જિલ્લાભરમાં ઓટો રીક્ષા ચાલકો માટે વિવિધ જગ્યાએ સ્ટેન્ડ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં ભરૂચના જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના હોદ્દેદારો સભ્યોએ જણાવ્યું છે કે નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં 15 હજારથી વધુ ઓટો રીક્ષા ફરતી રહે છે તેમને વિવિધ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ ફાળવવા જણાવ્યું છે તેઓ જણાવે છે કે રિક્ષા સ્ટેન્ડ વિવિધ જગ્યાએ ન હોવાના કારણે સામાન્ય જનતા તથા પોલીસ તા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો અવારનવાર સર્જાતા રહે છે આથી શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જગ્યાએ ઓટોરિક્ષા સ્ટેન્ડ ઊભું કરવા માટે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ઓટોરિક્ષા ચાલકો સાથે પોલીસ વિભાગ દ્વારા ઓટોરિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અસભ્યતા ભર્યું વાણી વર્તન કરવામાં આવે છે આ પ્રકારના અનેક કિસ્સાઓ અસ્તિત્વમાં આવ્યા છે આવા બનાવ ન બને તે માટે વહેલી તકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ઓટોરિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે.