અંકલેશ્વર માં વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા 60 મહિલાઓ ને સિલાઈ મશીન નું વિતરણ કરાયું
=કલેકટર ડો.તુષાર સુમેરા ના હસ્તે મહિલા ઓ ને પ્રમાણપત્રો અને સિલાઈ મશીન વિતરણ કરાયું
= વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા મહિલાઓ ને સિલાઈ ની તાલીમ આપવામાં આવી હતી
અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા કલેકટર ડો.તુષાર સુમેરા ની અધ્યક્ષતા હેઠળ વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની ના સીએસઆર ફંડ માંથી સિલાઈ અંગે ની તાલીમ પામેલ 60 જેટલી મહિલા ઓ ને પ્રમાણપત્રો ની સાથે સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું
સાંપ્રત સમય માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર યોજના ઓ પૈકી મહિલાઓ ને આત્મ નિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વર ની વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ મહિલાઓ ને સન્માન પૂર્વક સ્વાવલંબી બની સ્વરોજગારી મેળવે તે માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યું છે ત્યારે વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા મહિલા ઓ આર્થિક રીતે સ્વાવલંબી બને તેમાટે સનફાર્મા કંપની ધ્વરા પોતાના સીએસઆર ફંડ માંથી 60 જેટલી મહિલાઓ ને સીવણ માટે ની ટ્રેનિંગ આપવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે આ 60 મહિલા ઓ ને પ્રમાણપત્રો અને સિલાઈ મશીન વિતરણ નો કાર્યક્રમ જિલ્લા કલેકટર તુષાર સુમેરા ની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ,સનફાર્મા કંપની ના પ્લાન્ટ હેડ ભોજુસિંગ ગીરાસે ,એચ આર ભદ્રેશ પટેલ ,સહીત કંપની ના અધિકારી ઓ હાજર રહ્યા હતા અને 60 મહિલાઓ ને પ્રમાણપત્રો અને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ બહેનો સિલાઈ મશીનો પણ આપવામાં આવ્યા હતા આ પ્રસન્ગે વિશાખા બા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી કિંજલબેન ચૌહાણ ,અને ધર્મેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા .