Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

૧૮૧ અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી

Share

*૧૮૧ અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી*

*દ્વારકા જિલ્લાની કિશોરી ઘર છોડીને જામનગર આવી પહોંચતા અભયમની ટીમે પરિવારને પરત સોંપી*

Advertisement

જામનગર ૧૮૧ અભયમની ટીમને એક જાગૃત મહિલાનો કોલ આવતા ટીમે સ્થળ પર પહોંચીને જોયું ત્યારે બપોરના ૧૨ વાગ્યાના સમય આસપાસ એક ૧૬ વર્ષની દીકરી બેઠી હતી. જે મૂળ દ્વારકાની હોય અને ઘરે પરત ન જવું હોવાથી જામનગર આવી પહોંચતા ટીમ દ્વારા સફળ રીતે કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોંપવામાં આવી હતી.

કોલ આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર રીના દિહોરા ASI તારાબેન ચૌહાણ તેમજ પાયલોટ મહાવીર સિંહ વાઢેર સ્થળ પર રવાના થાય હતા અને કિશોરી સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે યુવતી પાસે એક સ્માર્ટફોન હોય અને તેઓ જે ફોન નંબર પર વાતચીત કરતાં હતા તે નંબર બંધ આવતો હતો. બાદમાં પૂછપરછ કરતાં યુવતી દ્વારકા જિલ્લાના હોય અને સવારના પાંચ વાગ્યાથી ઘરેથી નીકળી ગયા હતા અને તેમને ઘરે પરત જવું નથી તેવું જણાવ્યું હતું. બાદમાં તેમની પાસેથી પરિવારની વિગતો મેળવતા તેમના પિતા ત્યાં આવી પહોંચતા તેઓએ જણાવ્યું હતું કે તેમની દિકરી છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં કશું બોલતી ન હોય અને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી તેઓએ દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ દાખલ કરતાં મોબાઈલના લોકેશન પરથી જામનગર પહોંચ્યા હતા. દીકરીના આ નિર્ણયથી તેમના પિતા ખૂબ ગભરાઈ ગયા હોય અને દુઃખી હતા, ત્યારબાદ કિશોરી ને શાંતિથી બેસાડીને અભયમની ટીમ દ્વારા તેણીનું કુશળ કાઉન્સેલિંગ કરતાં તેમના પિતા સાથે ઘરે જવા માટે તૈયાર થતાં કિશોરીના પિતાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

અંકલેશ્વરમાં બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો… 

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

ઝગડીયા ના ઉમલ્લા ગામની રાજશ્રી વિદ્યા મંદિર માં LKG UKG સહીત નાના ભૂલકા ઓએ ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!