*જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજાયો*
*આરોપીઓને વ્યાસનથી થતાં નુકશાન, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ઉપાયો અંગે જાણકારી આપવામાં આવી*
જામનગર તા.20 ડિસેમ્બર, જામનગર પોલીસ વિભાગ અને જી.જી સરકારી હોસ્પિટલના માનસિક વિભાગ તથા એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગરના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર ખાતે રાજકોટ રેન્જ આઇ.જી શ્રીઅશોક યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુંની હાજરીમા મેન્ટર પ્રોજેક્ટ ના ભાગ રૂપે “de-addiction and rehabilitation” પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓને વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામ જી.જી હોસ્પિટલ અને એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગરના માનસિક રોગ વિભાગ માં કાર્યરત ડોક્ટર બલભદ્ર સિંહ જાડેજા અને ધારાબેન મકવાણા, સામાજિક કાર્યકર અને કાઉન્સેલર(NMHP) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓને વ્યસનથી થતા માનસિક, શારીરિક અને સમાજિક નુકસાન, વ્યસન મુક્તિ માટેના વૈજ્ઞાનિક પદ્ધતિ અને સચોટ ઉપાયો વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી.