આઈ.એમ.એ ભરૂચ, માણસા સેન્ટર,એમ.ટી.બી કલરવ સ્કૂલ, એન.એ.બી, સેવા યજ્ઞ સમિતિ, માનવ કલ્યાણ ફાઉન્ડેશન, ભરૂચ સાઇકલિસ્ટ, જીજે-૧૬ પેડલર્સ, ભરૂચ એમ.ટી.બી રાઇડર્સ, અંકલેશ્વર રનર્સ અને મહિલા રનર્સ અને ભરૂચ રનિંગ ક્લબના સહયોગથી રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આર.કે. હોસ્પિટલ સાથે મળીને સાથી વોકથોનનું આયોજન કર્યું હતું –
“ચલો સાથ કદમ બઢાયે” ની થીમ પર પ્રોત્સાહન આપવા પર આધારિત આ વોકથોનનુ આયોજન કરાયુ હતુ. રમતગમત દ્વારા તમામ નાગરિકોમાં સહાનુભૂતિ અને સમાનતા ઊભી કરવા માટેની પહેલ વોકથોન રૂટ MIPRYC – રેલ્વે સ્ટેશન સર્કલથી અને રોટરી ક્લબ સુધીનો હતો. આ વોકથોનમાં ભાગ લેનાર અંધ વ્યક્તિઓ, ઘરવિહોણા પુખ્ત વયના લોકો, ૭૦ થી વધુ+ વયના લોકો, માનસિક રીતે વિકલાંગ બાળકો અને શારીરિક રીતે અપંગ વિકલાંગ વ્યક્તિઓ હતા.
વ્હીલચેર પર અને કૃત્રિમ અંગો ધરાવતા લોકોએ પણ આ વોકથોનમા ભાગ લીધો હતો. આવી સ્પર્ધાત્મક વોકથોન પછી ફિનિશર મેડલ અપાયા બાદ અને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેનારના ખુશ ચહેરાઓ જોવા ખૂબ જ આનંદદાયક હતા. રોટરી પ્રમુખ રિઝવાના જમીનદાર, સંતોષ સિંઘ, ઈવેન્ટ ચેરમેન કેતન દેસાઈ, કો-ચેરપરસન ડો. ચેલપ્પને આયોજન વોકથોનનુ આયોજન કર્યું હતું. આ વોકથોનનુ આર.કે.હોસ્પિટલના ટ્રસ્ટી પંકજ અને નિશા હરિયાણીના હસ્તે ચિરાગ તાંબેડિયા અને ડૉ.ભાવના શેઠના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. ભરૂચની વિશેષ વ્યક્તિઓમાં સકારાત્મક માનસિક સ્વસ્થતા અને આનંદ લાવવા માટે પ્રથમ વખત આવી પહેલ કરવામાં આવી હતી.