ભરૂચ તાલુકાના સેગવા ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈ અને એમની ટીમ દ્વારા બાળ ગુનાખોરી, સાઇબર ક્રાઇમ, સ્કેમ, રેગીન્ગ, દારૂબંધી, હિંસા રોકવા પોસ્કો એક્ટ વગેરે વિષય પર જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સાંપ્રત આધુનિક ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમનો જે રેસિયો વધી ગયો છે. તે બાબતે વિસ્તૃત જાણકારી આપી લોકોને સાવધ રહેવા વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. બાળ ગુનાખોરી, સાઇબર ક્રાઇમ, સ્કેમ, રેગીન્ગ, દારૂબંધી, જાતીય શોષણ, અપરાધના ગુના, પોસ્કો એક્ટ, તથા બાળ હિંસા સુધીના બનાવો સામે ગામજનોમાં જાગૃતિ આવે તે માટે શિલ્પાબેન દેશાઈએ વિસ્તુત છણાવટ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે સેગવા ગામનો પાલેજ પોલીસ મથક ખાતે ખુબ સારો સાથ અને સહકાર રહ્યો છે આગળ પણ રહેશે એવી આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુનાહિત કૃત્ય અને કોઈ પણ પ્રકારના અનિચ્છનિય બનાવો ન બને એ માટે સેગવા ગામના વડીલોને ખાસ તાકીદ કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં સેગવા ગામના પૂર્વ સરપંચ ગુલામભાઈ નાથા, સલીમભાઇ ઢેકા, વિદેશથી પધારેલ એન આર આઇ ભાઈઓ, ગામના વડીલો, દરિયાઈ એજયુકેશન ટ્રસ્ટના તમામ સદસ્યો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ