રાજ્યના દરેક નાગરિકને સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળી રહે એ હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ખાતે યોજાઇ હતી.
આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”માં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત આયુષ્માન કાર્ડની યોજના અંગે માહિતી આપી ગ્રામજનોને આ યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
ડ્રોન પ્રદર્શન, સોઇલ હેલ્થ કાર્ડ, કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, તેમજ આરોગ્ય કેમ્પ અન્વયે તપાસ, ટીબી સ્ક્રીનીંગ, માય ભારત સ્વયં સેવક નોંધણી, ડ્રોન નિદર્શન, સહિતની કામગીરી કરાઈ હતી. તેમજ ગ્રામજનોને સામાન્ય આરોગ્ય શિબિરનો લાભ લીધો હતો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ભાગ લઇ સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં માજી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રતિનિધિઓ, ગામના સરપંચ, ઉપસરપંચશ્રી તેમજ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.