ભરૂચ જિલ્લામાં આવેલ ઔધોગિક વિસ્તારોમા છાશવારે નાના મોટા અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, જિલ્લાના દહેજ, અંકલેશ્વર, પાનોલી સહિત વાગરાના વિલાયત અને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં અનેક ખાનગી કંપનીઓ આવેલી છે, જ્યાં હજારો અને લાખો કર્મચારીઓ નોકરી અર્થે જતા હોય છે.
આ ઔધોગિક એકમોમાં કેટલીક એવી કંપનીઓ પણ છે જેમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે, કંપનીમાં કામ કરતા વર્કરોના જીવ પણ જોખમાતા હોય છે, અકસ્માત બાદ ભોગ બનેલ કર્મચારીઓને જે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવતા હોય છે, પરંતુ આજકાલ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે કંપનીની બદનામી અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે કેટલીક કુખ્યાત કંપનીઓ અકસ્માતમાં ભોગ બનેલ કર્મચારીઓને હોસ્પિટલ તો લઈ જાય છે પરંતુ તે બાદ મામલાની જાણ પોલીસ વિભાગ કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સુધી ન થાય તે પ્રકારના તમામ દાવ અપનાવી લેતા હોવાનું કહેવાય રહ્યું છે.
હાલ એક મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં ચર્ચાઈ રહ્યું છે કે દહેજ વિસ્તારમાં આવેલ એક ખાનગી કુખ્યાત કંપની જેના ભૂતકાળ માં પણ અનેક અકસ્માતનું સર્જન થયું છે તેવી કંપની માં કામ કરતા કામદારો સાથે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જે બાદ તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં અંદાજીત પાંચ જેટલાં કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય રહ્યું છે,પરંતુ આ કંપનીના કુખ્યાત સંચાલકો કે કર્તાહર્તા ઓએ મામલે હોસ્પિટલ સાથે મિલીભગત કરી ન પોલીસને જાણ કરી કે ન ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ઘટનાથી વાકેફ કર્યા હોવાનું કહેવાય રહ્યું છે.
તા 14/12/23 ના રોજદહેજ ખાતે ત્રણ અકસ્માત થયા હતા જેમાં એક ખાનગી કંપનીમાં ગેસ લાગવાથી સર્જાયેલ અકસ્માત કામદારો ઘાયલ થયા હતા હતા જેમાં લોકચર્ચા મુજબ (1)રામ પાલ (2)ગજેન્દ્ર (3)નિખિલ (4)મનોજ (5)રાજકુમાર જેવા નામના કામદારો ઈજાગ્રસ્ત થતા સારવાર લેવા માટે પહોંચ્યા હતા, જ્યારે એક કામદારના હાથ કપાવવાનો અકસ્માત થયો હોવાનું કહેવાય રહ્યું છે જે કામદારને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ મામલે પોલીસ ચોપડે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટરના કાનો કાન ખબર ન પડે તેવી ગંભીર નીતિ અપનાવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મહત્વની બાબત છે કે જિલ્લાના ઉધોગોમાં છાશવારે સર્જાતી આ પ્રકારના અકસ્માતની ઘટનાઓ બાદ થતા કંપની સંચાલકોના કામદારોના જીવન મરણ અંગેના છુપા છુપીના ખેલ નિર્દોષ કામદારો માટે ઘાતક સમાન સાબિત થઈ શકે છે, આ પ્રકારના અકસ્માતમાં ઘાયલ થતા કામદારોને વર્ષો વર્ષે સુધી ખોડ ખાંપણ રહી જતી હોય છે તેવામાં હોસ્પિટલો સાથે મેળાપીપણા કરી તંત્રને આવી ઘટનાઓથી અજાણ રાખનારા તત્વો સામે તપાસ જરૂરી જણાય છે તેમજ જો આ પ્રકારની ઘટનાઓ સર્જાઈ હોય અને તેને છુપાવી રહ્યા હોય તેવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી પણ ખુબ જરૂરી જણાઈ રહી છે.