ભરૂચના કિશનાડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો. ઉપરાંત આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનો લોકોએ કાર્યક્રમ સ્થળે જ લાભ લીધો હતો.
આ પ્રસંગે આરોગ્ય શાખા, આઈસીડીએસ, ખેતીવાડી શાખા, પશુપાલન શાખા,વાસ્મો શાખા, ઉજવલ્લા યોજના,સ્વચ્છ ભારત મિશન, મનરેગામનરેગા,એન.આર એલ.એમ, પીએમએવાય જેવા વિભાગોના સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ મહેશભાઈ પાટણવાડિયા,પાટણવાડિયા,ઉપસરપંચ ગણપતભાઈ વસાવા,માજ સરપંચ કુનાલ નવીન પટેલ, ભરૂચ ડી.કો.બેંક લિ.ના એમ ડી અજયસિંહ રણા તથા વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.