હાલમાં જ પ્રધાનમંત્રી મોદી જી એ મનકી બાતમાં ટી.બી.મુક્ત ભારતની વાત કરી હતી. અને પીએમ મોદીજી એ વર્ષ 2025 સુધીમાં ભારતને ટી.બી.મુક્ત બનાવવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ, સાયખા ના સી.એસ.આર ફંડમાંથી આજરોજ વાગરા અને આમોદ તાલુકાના 102 જેટલા ટી.બી પેશન્ટને ન્યુટ્રિશન હેલ્થ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કિટનું આવનાર છ મહિના સુધી વિતરણ કરવામાં આવનાર છે. કંસાઇ નરોલેક પેઈન્ટ્સ દ્વારા ગત વર્ષે પણ 49 જેટલા ટી.બી પેશન્ટને છ મહિના સુધી ન્યુટ્રિસન કિટ આપવામાં આવી હતી. આ પ્રંસંગે તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહજી વાઘેલા, કંસાઈ નેરોલેક્ પેઇન્સ લિમીટેડના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્ર સિંહ સિંધા, જીલ્લા ટી.બી. અધિકારી ડો. વાય.એમ. માસ્ટર, બાંધકામ સમિતિ ચેરમન નાગજી ભાઈ ગોહિલ, તેમજ કંસાઈ નેરોલેક પેન્ટસના સ્ટાફમાંથી નવીન પંત ઈ.એચ.એસ મેનેજર, પ્રણવ પારેખ એચ.આર. મેનેજર, ચિરાગ પટેલ એન્જિનિયરિંગ મેનેજર, રીફલ પટેલ પ્રોડક્શન મેનેજર, પરેશ પટેલ સી.એસ.ઓ હાજર રહ્યા હતાં. આમોદ તાલુકામાં આમોદ નગરપાલિકા પ્રમુખ જ્યોત્સના બેન પટેલ, આમોદ તાલુકા પ્રમુખ, તાલુકા પંચાતના સભ્ય, સી. ડી.એચ.ઓ. ડો દુલેરા ઉપસ્થિત રહ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમ વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવ્યો હતો. સાથે જ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ અને કિંજલ બા ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
વાગરામાં કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ એ ટી.બી ના દર્દીઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ કર્યું
Advertisement