ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની છે, નગરપાલિકા દ્વારા જીઈબી ને નાણાં ન ભરપાઈ કરવામાં આવતા ત્રણ દિવસથી શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળે છે, પાલિકા પાસે પૂરતું ફંડ ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિમાં આજે ભરૂચ શહેર મુકાયું છે.
પાલિકાના અંધેર વહીવટ સામે હવે પ્રજામાં પણ આક્રોશ ઉભો થયો છે, ત્યારે આજરોજ જિલ્લા કલેકટર કચેરી માર્ગ ઉપર શહેરના RTI એક્ટિવિસ્ટ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ એક્ટિવિસ્ટ દ્વારા હાથમા ઘન્ટ્રી અને ડબ્બા લઈ લોકો પાસે ભરૂચ નગરપાલિકાના દેવાને દૂર કરવા નાતે રસ્તા પર ભીખ માંગવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાના વસ્ત્રો ધારણ કરી RTI એક્ટિવસ્ટ રાજેશ પંડિત, સેજલ દેસાઇ, વિનોદભાઈ કરાડે દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાને ભીખ સ્વરૂપે ફંડ આપવા માટેની અપીલ નગરજનોને કરી હતી.
ભાઈ બે પૈસા આપો – ભરૂચમાં કરોડોના દેવામાં ડૂબેલી નગરપાલિકા સામે પ્રચંડ આક્રોશ, RTI એક્ટિવસ્ટ દ્વારા માર્ગો પર ભીખ માંગી પાલિકા માટે માંગ્યા ફંડ
Advertisement