Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિજોરી ખાલી – ભરૂચમાં દેવાદાર નગરપાલિકા સામે વિપક્ષનો હલ્લો, નગરમાં સ્ટ્રીટ લાઈટો બંધ થવા મુદ્દે નગરપાલિકાની કરાઈ ઘેરાબંધી

Share

ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરી જનો મુશ્કેલીમાં મુકાયા છે, ભરૂચ નગરપાલિકા એ જીઇબીના બાકી પડતા નાણાંની ભરપાઈ ન કરતા જીઈબી દ્વારા સ્ટ્રીટ લાઈટના જોડાણ કાપી કાઢ્યા છે.

આ બધા વચ્ચે સાશક પક્ષ સામે હવે વિપક્ષ એ બાયો ચઢાવી છે અને નગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરી શહેરીજનોને પડતી તકલીફોને ઉજાગર કરવા માટે આજરોજ ભરૂચ નગરપાલિકાની ઘેરાબંધી કરી હતી.

વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદની આગેવાનીમાં વિપક્ષી સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાલિકાની નીતિઓ સામે ભારે સુત્રોચ્ચાર કરી શહેરમાં બંધ થયેલ સ્ટ્રીટ લાઈટો ફરી ચાલુ કરાવવા અને દેવાદાર બનેલ પાલિકાને દેવામાંથી મુક્તિ આપવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

Advertisement

Share

Related posts

જાંબુઘોડાની ડોન બોસ્કો શાળા રાષ્ટ્રિય લેવલે ઝળકી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રહેશે.જાણો ક્યારે અને કેમ?

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૨૪ કલાકમાં ડામરનો રોડ ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!