સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત, ભરૂચ જિલ્લાના કારેલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ, વિધવા સહાય વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. તેમજ લાભાર્થીઓએ ”મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ગ્રામજનોએ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ,અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાનાં કારેલા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ઉમળકાભેર સ્વાગત કરાયું
Advertisement