ભરૂચ-અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર વાહનોની વધતી સંખ્યાના કારણે રસ્તા ઓ સાંકડા બનતા જઈ રહ્યા છે, બંને શહેરી વિસ્તારના મુખ્ય મથકો ખાતે પાલિકા કે તંત્રના આયોજનના અભાવે પાર્કિંગની સુવિધાથી લાખો વાહન ચાલકો આજે પણ વંચિત છે, એક તરફ સ્માર્ટ સીટી બનાવવાની વાતો અવારનવાર ચર્ચામાં આવે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ ઉપર સ્થિતિ કંઈક એવી છે કે ખુદ હવે વાહન ચાલકો જ વાહન લઈને પાર્ક ક્યાં કરવું તેવી મુંજવણ ભરી જિંદગી જીવી રહ્યા છે.
ભરૂચ-અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર અનેક વેપાર ધંધા અને ઓફિસો સહિત સરકારી વિભાગો આવેલા છે, આ સ્થળો સતત વાહન વ્યવહારથી ધમધમતા જોવા મળે છે, પરંતુ અહીંયા મુખ્યત્વે પાર્કિંગની કોઈ નક્કર સુવિધા વાહન ચાલકો માટે જોવા તો દૂર નજરે પણ પડતી નથી, જેને લઈ કેટલાક વાહન ચાલકો રસ્તાની સાઇડ ઉપર જ ગાડીઓ પાર્ક કરી પોતાનું કામકાજ ખતમ કરતા હોય છે.
આ બધા વચ્ચે ભરૂચ પોલીસની કામગીરી એ વાહન ચાલકોની ઊંઘ ઉડાવી હોય તેમ લાગી રહ્યું છે, પાંચ, દસ કે અર્ધી કલાક કામ અર્થે ગાડી પાર્ક કરી ગયેલા વ્યક્તિઓ જયારે પોતાની ગાડી પાસે આવે છે ત્યારે તેઓને કડવો અનુભવ થતો હોય છે, જ્યાં તેઓની ગાડી લોક મારેલી હાલતમાં નજરે પડતી હોય છે, અને લોક ખોલાવવા માટે દંડ પેટે તેઓને ભરપાઈ કરવાની નોબત આવતી હોય છે, તેવામાં લોકો તંત્ર સવાલ પૂછી રહ્યા છે કે આખરે ગાડી લઈને નીકળ્યે તો પાર્કિંગની કરવી તો ક્યાં કરવી..? શું તંત્ર એ પાર્કિંગ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થાઓ પ્લાનિંગ પ્રમાણે કરી છે.? શું કોઈ ખાનગી પાર્કિંગની વ્યવસ્થા માટે કોઈ પહેલ કરી છે.? આ પ્રકારના તમામ સવાલો હાલ પોલીસની કામગીરી બાદથી દંડીત થતા વાહન ચાલકો પૂછતાં નજરે પડી રહ્યા છે.
તો બીજી તરફ પોલીસ પણ દંડીત વાહન ચાલકોને કાયદાના પાઠ શીખવતી હોય છે અને ટ્રાફિકને અડચણ રૂપિ વાહન હતું, આ પાર્ક કરવાની યોગ્ય નીતિ નહોતી, અહીંયા નૉ પાર્કિંગ છે, ટ્રાફિક થાય છે જેવી બાબતો વાહન ચાલકોને જણાવી પોતાનું દંડ તો વસુલ કરી જ લે છે… પરંતુ અહીંયા હવે સવાલ એ થાય છે કે ભરૂચ અંકલેશ્વરના માર્ગો ઉપર વાહનો લઈ નીકળતા વાહન ચાલકો પાર્કિંગની સુવિધાથી વંચિત હોય દંડ ભરીને લાચારી અનુભવતા થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે, ત્યારે વાહન ચાલકો જાય તો જાય કહા જેવી સ્થિતિમાં હાલ તો વાહન લઈ નીકળી રહ્યા છે.