સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ માં બનાવવામાં આવ્યો હતો. સરકારના સુદ્ધ ઉદ્દેશ્યથી અમલમા મૂકવામાં આવેલ કાયદાને તેના જ કર્મયોગીઓ ઘોળીને પી ગયા છે. દેશના તમામ નાગરિકો આ કાયદા હેઠળ સરકારની તમામ ગતિવિધિઓ પર સામન્ય નાગરિક પણ નજર રાખી શકે છે પરંતુ અફસોસ….! ગુજરાતમાં આ કાયદાનાં અસ્તિત્વ સામે ખતરો ઊભો થયેલ જોવા મળી રહયો છે. કારણ કે જાહેર માહિતી અધિકારીઓ ઇરાદાપૂર્વક માહિતી છુપાવી ગુનાહિત બેદરકારી દાખવી રહ્યાંનુ ચર્ચાય રહ્યુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા તાલુકાના દહેજ ગામનાં સ્થાનિક રહીશ દ્વારા દહેજ ગ્રામ પંચાયતનાં જાહેર માહિતી અધિકારી એવા તલાટી કમ મંત્રીને જાહેર માહિતી અધિકારી અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી. સદર જાહેર માહિતી અધિકારી દ્વારા સમય મર્યાદામાં માહિતી પૂરી પાડેલ નહિ અને અરજદારને માનસિક ત્રાસ આપી હેરાન કરવાની માહિતી સાંપડી રહી છે. કેટલાક જાહેર માહિતી અધિકારીઓ ૩૦ દિવસમાં માહિતી પૂરી પાડવાની હોવાથી મહિનાના અંતમાં પત્ર વ્યવહાર કરે છે. માહિતી ચેક કરી જાવ વિગેરે બહાના બતાવે છે. વ્યાપક પ્રમણમાં માહિતી હોય તો ઠીક છે પરંતું થોડી માહિતી હોય તો પણ સમય મર્યાદા બહાર અધૂરી માહિતી પુરી પાડે છે જેના કારણે અરજદારને અપીલ જવાની ફરજ પડે છે.
આમ જાહેર માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નુ ભરૂચ જિલ્લામાં જાહેર માહિતી અધિકારીઓ સૂરસૂરિયું બોલાવી રહ્યાં છે. ભરૂચ જિલ્લા સમાહર્તા એક સંવેદનશીલ, કર્તવ્યનિષ્ઠ વહીવટ કર્તા છે. કાયદાનુ ભાન કરાવવાની જવાબદારી તેમના શીરે છે ત્યારે ભાન ભૂલેલા કર્મ યોગીઓની શાન ઠેકાણે લાવી, પારદર્શક વહીવટનું દૃષ્ટાંત બેસાડે તેવી સમયની માંગ છે.