સમગ્ર જીવન સૃષ્ટિમા જીવન ટકાવી રાખવા વાતાવરણ મહત્વનો ભાગ ભજવતું હોય છે, એ પછી માનવ જાત હોય કે પશુ-પક્ષી. ડિસેમ્બર મહિનામાં કેટલાક દેશોમાં હિમવર્ષા ખુબ થતી હોય છે. માનવજાત પોતાના બચાવ માટે પોતાને અનુકૂળ વાતાવરણમાં જઈ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે. તે જ રીતે શિયાળાની ઋતુમાં કેટલાક વિદેશી પક્ષીઓ ગુજરાતમાં આવતા હોય છે. ગુજરાતના ઘણા બધા નદી સરોવર તટ પર આવા વિદેશી પક્ષી આ સમયે એટલે કે શિયાળાની ઋતુની શરૂઆતમાં દેખા દેતા હોય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચનાં ગોલ્ડન બ્રિજની આસપાસ કેટલાક વિદેશી પક્ષીઓ નજરે પડતા પક્ષીવિદોમાં કુતૂહલ સર્જાયું હતું. કહેવાઈ છે કે કેટલાક વિદેશી પક્ષીઓ સમુદ્ર ઊપરથી સતત એકધારા ઉડી હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાત આવતા હોય છે. આ પક્ષીઓ પાસે કોઈ જીપીઆર સિસ્ટમ નથી કે કોઈ ચોક્કસ પર્યાપ્ત આધુનિક ઉપકરણો નથી છતા દર વર્ષે હજારો કિલોમીટર કાપી પોતાના ગંતવ્ય સ્થાન પર સમયસર પહોંચી જતાં હોય છે.
શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓનું ભરૂચમાં આગમન
Advertisement