૧૧ મી ડીસેમ્બર ૧૮૮૨ માં તિરૂનેલ વેલી જિલ્લા હાલ થુથુકડીનાં એકાયપુરમમાં જન્મેલ ભારતીય સ્વતંત્રતાના કાર્યકર્તા, સમાજ સુધારક, બહુભાષી તામિલ લેખક કવિ પત્રકાર સી. સુભ્રમણીયા ભારતીનો જન્મ જયંતીની ઉજવણી અત્રેની જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિયામક ઝ્યનુલ સૈયદના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવી હતી. વિવિધ તાલીમ વિભાગનાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમનાં જીવન ચરિત્રની યાદ તાજી કરતાં પ્રવચનમાં તેમણે જણાવ્યુ કે, સી.સુભ્રમણિયા ભારતી ભારતીય સ્વતંત્રતાના કાર્યકર્તા, સમાજ સુધારક, બહુભાષી તમિલ લેખક કવિ પત્રકાર થઈ ગયા તેમનું પ્રારંભિક શિક્ષણ તિરુનેલવેલી અને વારાણસીમાં મેળવ્યું તેઓએ જાણીતા વિદ્વાનો સાથે યોજાએલ ડિબેટ જીતતા એટાયપુરમના મહારાજાએ “ભારતી” નું બિરૂદ એનાયત કર્યું હતું.
તેઓ તમિલ કવિતાના પ્રણેતા અને તમિલ સાહિત્ય વ્યક્તિઓમાંનાં એક હતા તેમની અસંખ્ય કૃતિઓમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશભક્તિને જગાવતા જવલંત ગીતોની રચના કરેલી તેમની કવિતાઓમાંથી તમિલ ફિલ્મના ટાઈટલ લેવામાં આવ્યા હતા. તેમણે સ્ત્રીઓની મુકિત માટે, બાળ લગ્ન સામે તથા જાતિ પ્રથાનો ઉગ્ર વિરોધ કર્યો હતો સમાજ અને ધર્મના સુધારા માટે લડ્યા હતા. દલિતો અને મુસ્લિમો સાથે એકતામાં હતા તેઓ ૩૨ ભાષામાં પૂર્ણતા પ્રાપ્ત કરેલ હતી તેમની પ્રિય ભાષા તમિલ હતી. તેઓ મહાન લોકોમાં નિવેદિતાને ગુરૂ માનતા હતા.
તેમનાં વારાણસી રોકાણ દરમ્યાન હિન્દુ આદ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદનાં સંપર્કમાં આવ્યા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં સ્વરાજની માંગણી અને બ્રિટિશ માલસામાનનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી. જીવનનાં અંતિમ વર્ષો ચેન્નઈના ટ્રીપ્લીકેનમાં વિતાવ્યા અંતે તેમણે ૧૧મી સપ્ટેમ્બર ૧૯૨૧નાં રોજ વહેલી સવારે આ દુનિયામાંથી વિદાય લઈ પ્રભુને પ્યારા થઈ ગયા. તેમનાં આ જીવન ચરિત્રમાંથી ઉપસ્થીત સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ બોધપાઠ લઈ પોતાનું જીવન ધન્ય બને તેવી પ્રભુ પ્રાર્થના કરી કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની આભારવિધી જેએસએસના લાઈવલી હૂડ કો. ઓર્ડિનેટર ક્રિષ્નાબેન કઠોલીયા દ્રારા કરવામાં આવી હતી જ્યારે અર્પિતા રાણા દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરાયું હતું.
યાકુબ પટેલ, પાલેજ