ભરૂચ શહેરમાં પશુઓના દુશ્મન વધુ એકવાર સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠીયારવાડ સહિતના આસપાસના વિસ્તારમાં ગૌ વંશના કતલખાના ધમ ધમી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે, જ્યાં મૂંગા પશુઓનું કતલ કરી તેનાં માંસનું ખુલ્લેઆમ વેચાણ કરી કસાઈ ઓ પોતાના આર્થિક ફાયદાઓ પાર પાડી લેતા હોય છે, તેવામાં બેફામ બનેલા કસાઈઓના કારનામાઓ સામે આખરે બી ડિવિઝન પોલીસે દરોડા પાડી તેઓના નાપાક મનસુબાઓ ઉપર પાણી ફેરવ્યું હતું તેમજ બે જેટલાં ખાટકીઓ ની ધરપકડ કરી તેઓને જેલ ના સળીયા પાછળ ધકેલ્યા છ.
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ તથા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં ગૌ-વંશ ચાલતા કતલખાનાઓ ઉપર રેડ કરી સદંતર બંધ રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદેશથી ગૌ-વંશ ચાલતા કતલખાનાઓ ઉપર રેડ કરી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ગાંગુલી સાહેબ ભરૂચ વિભાગ દ્વારા દરોડાના આદેશ કરાયા હતા.
પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.સોલંકી ભરૂચ શહેર “બી* ડીવી. પો.સ્ટે.નાઓએ અધિકારીઓની સુચના અન્વયે ગૌ-વંશના ગુના અટકાવવા ભરૂચ ‘બી- ડીવી.પો.સ્ટે.ના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગૌ-વંશના કેશો શોધી કાઢવા સધન પ્રયત્ન હાથ ધર્યા હતા.
પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.સોલંકી ભરૂચ શહેર ‘બી* ડીવી પો.સ્ટે. તથા પોલીસ ઇન્સ્પેકટર એચ.વી. રાઠોડ ભરૂચ શહેર ‘બી* ડીવી. પો.સ્ટે.નાઓના સાથે પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચ શહેરના ધોબીવાડ તથા નાના ખાટકીવાડ વિસ્તારમાં કેટલાક ઇસમો ગૌ-વંશનું કતલ કરી ગૌ-માંસનું વેચાણ કરે છે.
બાતમી આધારે ભરૂચ શહેર ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ બે ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએ સફળ રેડ કરી કતલ કરેલી હાલતમાં બે ગાયતેમજ એક કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ ગાય બચાવી લઈ બે આરોપીઓ મુશરફ શબ્બીર કુરેશી તેમજ અનવર ગુલામ કુરેશીને ઝડપી પાડી પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ ઘાતકીપણા અધિનનિયમના સંલગ્ન કલમો મુજબ બે અલગ-અલગ ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.