Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના દહેજ બાયપાસ ચોકડી વિસ્તારમાં ખરાબ અને બિસ્માર બનેલા માર્ગોને લઇ સ્થાનિક સોસાયટીના રહીશોએ માર્ગ ઉપર ઉતરી આવી તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું……

Share


ભરૂચ માં જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં બિસ્માર માર્ગો બનતા અસંખ્ય અકસ્માતો તેમજ ઊંડા ખાડાઓ પડી જતા વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો ઉભો થયો છે….છેલ્લા કેટલાય સમય થી અનેક વાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે……..
આજ રોજ ભરૂચ દહેજ ને જોડતા બાયપાસ ચોકડી વિસ્તારમાં ભેગા થઈ તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રસ્તા ઉપર થોડા સમય માટે વાહનો રોકી દઈ ચક્કાજામ કર્યો હતો…તેમજ જો વહેલી તકે તંત્ર નિદ્રામાંથી જાગી આ માર્ગ રીપેરીંગ કામ નહીં કરે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં બિસ્માર માર્ગો અને ઊંડા ખાડાઓ અંગે અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે..જેના કારણે આજે પણ હાડમારી ભર્યા માહોલમાં જીવન જીવવા માટે મજબુર બન્યા છે ..અને તંત્ર સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે…હવે જોવું રહ્યું કે તંત્ર આ વિસ્તાર ની સમસ્યાને ઉકેલવામાં રસ દાખવે છે કે કેમ તે તો સમય જ બટાડસે બાકી તો નફ્ફટ તંત્ર નો ઉત્તમ ઉદાહરણ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય તેમ છે…………

Advertisement

Share

Related posts

લીંબડીમાં નવી મોરવાડ વિસ્તારમાં જુની અદાવતને લઈને મારામારી થઈ.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, બે મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અપાયો અંજામ

ProudOfGujarat

વારાણસી સીરિયલ બ્લાસ્ટ : 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!