પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ પાસે હાઇવે નંબર ૬૪ પણ મલ્લા તળાવથી બત્રીસીના નારા સુધી રોડ કામગીરી ચાલુ છે જે કામગીરીમાં સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે માલની ગુણવત્તા સારી નથી. તથા રોડની કામગીરી માટી હટાવ્યા વિના કરવામાં આવે છે.
કેટલાક રાજકીય વ્યક્તિઓ દ્વારા ફેસબુક ઉપર પણ વિડીયો મૂકી ખરાબ કામગીરી અંગે પોતાના મંતવ્ય જાહેર કરેલ છે જ્યારે કોન્ટ્રાક્ટર પાસે એસ્ટીમેન્ટની કોપી માંગતા જણાવેલ કે રૂ.. ૨૫૦૦/- ભરપાઈ કરી ઓફિસથી એસ્ટીમેન્ટની કોપી મેળવી લેવી. જયારે કેટલાક નાગરિકો દ્વારા સ્થળ પરથી કામગીરીમાં વપરાતા મટીરીયલના નમુના લઇ સ્વખર્ચે લેબોરેટરી ટેસ્ટિંગમાં મોકલવાનું પણ નક્કી કર્યું છે. કામગીરી સ્થળ પર હાજર આર.એમ.બી. શાખાના એન્જિનિયરને પત્રકાર દ્વારા કામગીરી અંગે પુછતાં જણાવેલ છે કે હું જાતે અહીં સ્થળ પર ઉભા રહી એસ્ટીમેન્ટ મુજબ કામગીરી કરાવું છું જેથી આ ચાલુ કામગીરી એસ્ટીમેન્ટ પ્રમાણે ચાલે છે એમ જણાવેલ હતું.
આમોદમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
Advertisement