Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના જુના નેશનલ હાઇવે પર ટુ વ્હીલર શો રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામ, જહેમત બાદ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

Share

ભરૂચના જુના નેશનલ હાઇવે પર નવસર્જન મોટર્સના ટુ વહીલર શો રૂમમાં રાતના સુમારે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ ઉપર કાબૂ મેળવવા એક પછી એક 5 ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી. બેઝમેન્ટમાં લાગેલી આગના કારણે બુઝવવા માટે પણ ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો.

ભરૂચ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરફથી મળતી માહિતી અનુસાર રાતે પાલિકાના ફાયર સ્ટેશનમાં નવસર્જન મોટર્સના પાછળના ભાગમાં આગ અને ધુમાડા નજરે પડી રહ્યા હોવાનો કોલ મળ્યો હતો. બેઝમેન્ટ બંધ હોવાના કારણે આગ બુઝાવવા સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 5 ફાયર ટેન્ડરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

ચાંદીપુરા વાયરસને લઈ ઝઘડિયા રાજપારડી CHC – PHC કેન્દ્રની મુલાકાત લેતા કોંગી આગેવાન ધનરાજ વસાવા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામની સીમમાં તથા માંડવા ટોલનાકા પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર અને ઝનોર ખાતે ગ્રામજનોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકસીન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!