આજરોજ વાગરા તાલુકાના કડોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા વાગરા નાં ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ કડોદરાનાં સરપંચ તથા ગ્રામજનો એ સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે વાગરા ના ધારાસભ્ય એ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચે તેમજ આપણા દિર્ધદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં સ્વપ્ન નુ ભારત અસ્તિત્વ માં આવે દ્રઢ સંકલ્પ સાથે આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સંકલ્પ યાત્રા નાં માધ્યમ થી સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચે અને લોકો તેનો વ્યાપક પ્રમાણમાં લાભ લે તેવો ઉમદા હેતુ થી આ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે.
આ અવસરે વાગરા નાં ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓની રૂપરેખા આપી તેનો લાભ લેવા હાજર મેદનીને અનુરોધ કર્યો હતો. ગામનાં સરપંચ એ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જરૂરીયાતમંદ લાભાર્થીઓને સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા તેમજ જરૂરિયાત પડે પંચાયત નો સંપર્ક કરવા જણાવાયું હતુ. આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નાં ચેરમેન તેમજ ડિરેક્ટર્સઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.