ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં વિક્રમ સ. ૨૦૮૦ ના કારતક વદ-૧૧ તા : ૦૮-૧૨-૨૦૨૩ થી માગશર સુદ-બીજ તા : ૧૪-૧૨-૨૦૨૩ દરમિયાન બપોરે : ૨.૩૦ થી ૬-૩૦ કલાક સાત દિવસ સુધી સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામચરિત માનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરજુદાસજી તેમની ઉત્કૃષ્ઠ વાણીમાં કરાવશે.
જાન્યુઆરી માસમાં અયોધ્યામાં રાઘવેન્દ્ર સરકારની એટલે કે શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહ્યો છે તે પૂર્વે સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં રામ ચરિત માનસ કથાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ધર્મ અને અધ્રમની લડાઈ માટે ૧૪ વર્ષનો વનવાસ ભોગવી રામરાજ્ય સ્થાપિત કર્યું હતું તેવા વર્તમાન સમયમાં અનાચારી દુરાચારી શક્તિઓ સત માર્ગે પાછી વળે, સમાજમાં વ્યાપેલી માનસિક અસુરતાને સ્થાને તમામ વર્ગોમાં જે શ્રેષ્ઠીઓ વિવિધ સ્વરૂપે સામાજિક એકતા માટે કાર્ય કરી રહ્યા છે તેમને બિરદાવવા શુભ હેતુથી નવી પેઢીમાં સમજદારી, ઈમાનદારી અને બાહુદુરીનું રામચરિત માનસ કથાના આયોજનથી સંસ્કરણ થાય તે માટે દિવ્ય મહાપુરુષોના ચરિત્રના દ્રષ્ટાંતથી રસપાન કરાવશે તો આ રામચરિત માનસ કથામાં તમામ વર્ગોના / સમાજનું સંસ્કરણ કરી રામરાજ્ય સ્થાપિત કરવાના મહાન ઉદ્દેશ્યથી અનેક ધાર્મિક અને સેવાભાવી સંગઠનો કાર્યરત હોય ધર્મપ્રેમી જનતાને રામચરિત માનસ કથાનું શ્રવણ કરવા જાહેર આમંત્રણ પાઠવે છે. અને રામચરિત માનસ કથા ના આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનો સહભાગી થશે.
ભરૂચના શક્તિનાથ મહાદેવના પટાંગણમાં સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરાયું
Advertisement