આજે ૫ મી વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ છે. આ નિમિત્તે ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે ખેતીની જમીનની ફળદ્રુપતા જાળવવા જમીન વૈજ્ઞાનિકો સાથે પ્રગતિશીલ ખેડૂત અને સરપંચોનો વાર્તાલાપ કલેકટર નિવાસે યોજાયો હતો.
આ સંવાદમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસના ભાગરૂપે કલેકટર નિવાસ ખાતે જિલ્લાના પ્રગતીશીલ ખેડૂતો તથા જિલ્લાના નવ તાલુકાઓના ગામડાઓના સરપંચોને પરીવારજનો સમજીને અપીલ કરતાં કહ્યું કે રાજ્ય રાજ્યપાલના સ્વપ્ન એવા સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના સ્તુત્ય પ્રયાસોને ભરૂચ જિલ્લો અગ્રેસર રહે તેવી સંકલ્પના સેવી હતી.
આ ઉપરાંત તેમણે સરપંચોને કહ્યું કે, ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જહેમત ઉઠાવીને એક મિશન મોડ પર કામગીરી કરીને પણ આગામી પેઢીને ઝેરમુક્ત ખેતી તરફ વાળીને વારસાગત ખેતીમાં જ પ્રાકૃતિક ખેતીને અપનાવીએ તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ખેતીવાળી અધિકારી માંડાણી, બોર્ડ ઓફ એન્વાર્યમેન્ટ સસ્ટેનેબલ ટ્રસ્ટના ચેરમેન સનજીવ વર્મા તથા નવ તાલુકાઓના ગામડાઓના સરપંચો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.