Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

Share

વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પનો રથ પહોચ્યો હતો. ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સરપંચ સરોજબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઉપપ્રમુખ સોનલબેન રાજ, તાલુકા પંચાયતના સદસ્ય, વિશાલભાઈ, ભાર્ગવભાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ સાથે જોખમી જીપ્સમનો પાઉડર અનાજ સાથે ભળતા લોકોનાં સ્વાસ્થયને જોખમ હોવાની રજુઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

ભરૂચમાં પણ SMA1 નામની બીમારીથી એક ત્રણ મહિનાનું બાળક છે પીડિત.

ProudOfGujarat

રાજપીપળાનાં મુસ્લિમ અગ્રણી અને પાલિકનાંના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. યુસુફભાઈ સોલંકીનાં પુત્ર મંજુરઇલાહીનું પ્રચાર દરમિયાન ઠેર-ઠેર સ્વાગત કરયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!