Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર અને ગ્રામ્ય મામલદાર કચેરી દ્વારા મતદાન નોંધણી કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ મામલદાર કચેરી દ્વારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર 1 જાન્યુઆરી 2024 સુધીમાં 18 વર્ષની થવા જઈ રહી છે તેમને મતાધિકારનું માર્ગદર્શન અને મતદાન યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયાથી અગવત કરાવી સ્કૂલમાં જ આધારકાર્ડ અને ઓળખના દાખલ લાવનાર વિદ્યાર્થીઓની નામ નોંધણીનો કાર્યક્રમ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યું હતું.

આવાનર લોકસભાની ચૂંટણીની દેશભરમાં ધમધમાટ થઈ રહ્યા છે ત્યારે મતદાન બાબતે સ્કૂલ ભણતા વિદ્યાર્થીઓ પણ કે જેમીની ઉંમર 18 વર્ષ થવા જઈ રહી છે તે પણ પોતે મતદાન યાદીમાં પોતાનું નામની નોંધણી કરાવી આ મહાકાર્યમાં સહભાગી બની પોતાનો મતાધિકાર મેળવી શકે તેવા સુંદર પ્રયાસના ભાગરૂપે ભરૂચ મામલદાર ગ્રામ્ય માધવીબેન મિસ્ત્રી અને શહેર મામલદાર હસમુખભાઈ વીરાની દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારાયણ વિદ્યાલયના આચાર્ય બીનીતા ગોહિલ, બીએલો અને સ્કૂલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા ચોકડીથી જીપ્સમના વેપારીનું અપહરણ કરી ૧૫ લાખ ઉપરાંતની લૂંટને અંજામ આપનાર ગેંગનો મુખ્યા ભીમસિંગ ઉર્ફે ભીમો ઝડપાયો..!

ProudOfGujarat

અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત.

ProudOfGujarat

રંગરેલીયા-ભરૂચની પૂર્વ પટ્ટીના ભાજપ નેતાનો સેક્સ કાંડ, વીડિયો વાયરલ થતા હડકંપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!