ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી દ્વારા પાલેજ ખાતે જન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ હતી. વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જન જાગૃતિ લાવવાના હેતુ સાથે રેલી યોજાઇ હતી. પાલેજ ઓવરબ્રિજ પાસેથી ડી જી વી સી એલ ના ડેપ્યુટી એન્જિનિયર જયેશ એન. ત્રિવેદીના અધ્યક્ષતામાં નીકળેલી રેલી નગરની મધ્યમાં આવેલા તળાવ સુધી પહોંચી ત્યાંથી પરત ફરી હતી.
આયોજિત જન જાગૃતિ અભિયાન રેલીમાં ડી જી વી સી એલ ના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા. સાથે સાથે વીજ ઉપકરણો કઇ રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. વીજ ઉપકરણોની સલામતી માટે તેમજ વીજ લક્ષી અકસ્માતો ટાળવા માટે ઇ એલ સી બી નો વધુમાં વધુ ઉપયોગ કરવા પર વિશેષ ભાર મુકયો હતો. જન જાગૃતિ અભિયાન રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી.
યાકુબ પટેલ, પાલેજ