Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચના ટંકારીયા ગામેથી આંકડા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાલેજ પોલીસ.

Share

ભરૂચના ટંકારીયા ગામમાંથી આંકડા જુગાર રમતા ઇસમો પર છાપો મારી પાલેજ પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો જ્યારે અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન અ.પો.કો. કરશનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે,” મુંબઈથી નીકળતાં ટાઈમ ઓપન બંધ, મિલન ઓપન બંધ, કલ્યાણ ઓપન બંધનો વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન મારફતે વૉટ્સએપ એપ્લીકેશનથી એકબીજાને આપ લે કરી જુગાર રમી રમાડે છે.

જેણે શરીરે કાળા કલરનો ચોકડીવાળો આખી બાંયનો શર્ટ અને વાદળી કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. જે બાતમીવાળી જગ્યાએ પાલેજ પોલીસે જુગાર રેઈડ કરી ઉપરોક્ત વર્ણનવાળા ઈસમ નામે સંજયભાઈ ઉર્ફે અબ્બાસ શનાભાઈ વસાવા રહે, વાતરસા,જુનો ભિલવાડો, તા.આમોદ જી.ભરૂચ નાને ઝડપી પાડી તેની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા-૧૦,૮૫૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ.૨૧,૦૦૦/- કુલ્લે કિંમત રૂપિયા ૩૧,૮૫૦ /- નાં મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ ચાર આરોપીઓને વૉન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી જુગાર ધારા હેઠળ પાલેજ પોલીસ મથકમાં મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

યુનિયન સ્કૂલ ખાતે ડાન્સ કાયક્રમ યોજાયો

ProudOfGujarat

એમ.ડી ડ્રગ્સનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

ProudOfGujarat

રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી દારૂનો જથ્થા સાથે પોલીસ એક આરોપીની અટક કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!