ભરૂચના રૂરલ પોલીસ મથક ખાતે તારીખ 27-11-2023 ના રોજ ચોરીનો ગુનો નોંધાયેલ હોય જેમાં ફરિયાદીના ઘરમાં પેટી પલંગમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ₹2,50,000 ની ચોરી થયેલ હોય જે ચોરીના બનાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જી પઢિયારે શંકાસ્પદ ઈસમ પર વોચ રાખતા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવેલ હોય ગતરાત્રિના બાતમી મળેલ કે તાજેતરમાં નોંધાયેલ ચોરીની ફરિયાદનો આરોપી કોઠીગામ જેભાણા ફળિયુ ખાતે હોય જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી પોતાના નિવાસ્થાને કોઠીગામ ખાતે હાજર હોય જેને ઝડપી લઇ પોલીસે પૂછતા જ કરતા તારીખ 27 ના રોજ કરેલ ગુનાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પોલીસે આઈપીસી કલમ 454, 457, 380 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Advertisement