સમગ્ર રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે દક્ષિણ ગુજરાત વિસ્તારના ભરૂચમાં પણ ઠંડીનું આગમન થતાં લોકોએ તાપણાનો સહારો લીધો હતો.
ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે તાપમાન 12 થી 15 ડિગ્રી સુધી નીચું જવા પામ્યો છે. વડીલો અને બાળકો ઠંડીથી થરથર ધ્રુજી ઉઠ્યા હતા. તેવામાં રાત્રિના સમયે વડીલો દ્વારા તાપણાનો શેક કરી ઠંડીમાં રાહત મેળવી હતી. ઠંડીનું જોર આગામી દિવસોમાં વધશે તેવી શક્યતાઓ હવામાન ખાતાએ દર્શાવી છે. ઠંડીની તીવ્રતાને પગલે બાળકો વૃદ્ધો મહિલાઓ દ્વારા ગરમ પીણા ચા, કોફી, ઉકાળાનું સેવન કરવામાં આવી રહ્યું છે ઉપરાંત ઠંડીથી રક્ષણ મેળવવા માટે નગરવાસીઓએ ગરમ કપડાનો સહારો લીધો હતો. ઠંડીથી રક્ષણ મેળવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ગરમ પીણાનું ચલણ વધવા પામ્યું છે તેમજ તાપણું કે ભઠ્ઠી વગેરેનો સહારો લઈ ઠંડીથી રક્ષણ મેળવવા માટેના પ્રયત્નો લોકોએ હાથ ધર્યા છે.