શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ દ્વારા આયોજિત 51 હિંડોળાના મહાનૈવેધ સામુહિક નેવૈધ-4 નું આયોજન શ્રી હરિબાવા સમાધી મંદિર મઠ-મહેગામ જિલ્લા- ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, ખુબ મોટી સંખ્યામાં ભકતો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. 51 હિંડોળાના મહાનૈવેધમાં સુરત, ભરુચ, દાહોદ, નવસારી, તાપી તથા અન્ય રાજય મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી પણ ભકતોજનોએ 51- હિંડોળાના મહાનૈવેધ માં પોતોનો નવૈધ કરાવેલ હતો શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ એ માત્ર વોટસએપ ગૃપ છે પણ સમાજ સેવાના કામો કરે છે જેમ કે રક્તદાન શિબિર, જરુરીયાત મંદ 1100 થી વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ, શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા ઘરે-ઘરે પહોંચે એ ઉદ્દેશ થી કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે.
સમૂહ મહાનૈવેધ કરી સમાજની એકતા અને અંખડીતા જણવાય રહે એ ભાવથી સામુહિક મહાનૈવેધનું આયોજન શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ દ્વારા કરવામાં આવે છે એક સમાજને સાચી દિશા મા લઈ જવાનું ભગીરથ કાર્ય તો કરે છે તથા અન્ય સમાજને પણ આ વોટ્સએપ ગૃપ સમાજ સેવા કરવાની પ્રેરણા પુરી પાડે છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપની સ્થાપના 24/07/21 ના રોજ સ્વ-રમેશભાઈ ઝવેરભાઈ પરમાર (ગાંગપુર) દ્વારા કરવામાં આવી હતી. માત્ર બે વર્ષના ટુંકા સમય ગાળામાં 15 લાખથી વધુ નું સમાજ સેવાનું કામ આ વોટસએપ ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે અને હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ એક પણ રૂપિયાનું બેલેન્સ રાખતું નથી મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ, વિના દરેક પ્રોગ્રામ આ ગૃપ કરે છે સમાજમાં દરેક એક સમાનના ભાવ સાથે આ વોટ્સએપ ગૃપ કાર્ય કરે છે.
યાકુબ પટેલ, પાલેજ