ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ લોકોની વ્હારે આવ્યું છે અને તમામ અંધજન લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ સેન્ટર ખાતે દિવ્યાંગ લોકોને મફત શિક્ષણ અને આત્મનિર્ભર થવા માટેની તાલીમ આપે છે. અહીંયા રહેલા તમામ દિવ્યાંગ બાળકોને મફતમાં બે ટંકનું ભોજન પણ આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકોને મોબાઈલ, કમ્પ્યુટર વગેરે પણ શીખવાડવામાં આવે છે સાથે સાથે તેઓ આત્મનિર્ભર થાય એ માટે તેમને વ્યવસાયિક તાલીમ પણ અપાય છે.
દિવ્યાંગ બાળકો આપણી જેમ સામાન્ય જીવન જીવી શકે એ માટે ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર દ્વારા વધુ એક મુહીમ ઉપાડવામાં આવી છે જેમાં પુખ્ત વયના દીકરા દીકરીઓના લગ્ન કરાવવાનું પણ સેન્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એ જ પ્રમાણે સૌથી પહેલા લગ્ન ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે સંપન્ન થયા હતા. આત્મન થવાની તાલીમ આપનાર તેમજ બ્રેલ લીપી શીખવાડનાર યુસુફભાઈના લગ્ન યોજાયા હતા જેમાં સામાન્ય લોકોની જેમ જ એક રિસેપ્શન રાખીને ધામધૂમથી લગ્ન ઉજવવામાં આવ્યા હતા. આ જોઈને દિવ્યાંગ યુગલે ઘણી જ હર્ષની અને ખુશીની લાગણી અનુભવી હતી.
ભરૂચ બ્લાઈન્ડ એન્ડ ડીસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગ યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં
Advertisement