આજે ગુરૂનાનક સાહેબનું 554 મુ પ્રકાશવર્ષ છે. ગુરુનાનક સાહેબ દ્વારા ચાદર પર બેસીને 504 વર્ષ પેહલા નર્મદા નદીને પાર કરી હતી. તેમની આબેહૂબ પોટ્રેટ કોઈ ચિત્રકાર શ્રદ્ધાળુ દ્વારા બનાવી ગુરુદ્વારાને ભેટ આપવામાં આવી છે. જેને જોઈને દર્શને આવતા લોકો નાનકજીના ચમત્કારના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
શીખ ધર્મના સ્થાપક ગુરુનાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતાનો પ્રચાર કર્યો હતો. ગુરુ નાનકજી ઈ.સ 1510 થી 1515 માં ગુરુવાણીના પ્રચાર અને માનવ કલ્યાણ માટે નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા અને ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલી ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થઈ છે. ભરૂચ શહેરમાં કસક વિસ્તારમાં આવેલા ચાદર સાહીબ ગુરુદ્વારા ખાતે સોમવારે ગુરુ નાનકજીની 554 મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે દેશ અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં ચાદર સાહીબ ગુરૂદ્વારા ખાતે શીખબનધુઓ ઉમટ્યા હતા. વહેલી સવારથી જ સત્સંગ કીર્તન અને ગુરુગ્રંથ સાહેબના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.