ભરૂચ દહેજ જીઆઇડીસીમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો જણાવતા પી.આઈ ચૌધરી દ્વારા ટીમને પેટ્રોલિંગ અર્થે મોકલતા બાદમે મળેલ કે દહેજમાં શંકાસ્પદ કેમિકલનું ગેરકાયદેસર વેચાણ થાય છે.
જે બાતમીના આધારે ભરૂચ એસોજીની ટીમે દહેજ જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર ડી – 2 સી એચ 82 ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પતરાના શેડ બનાવી શંકાસ્પદ કેમિકલ રાખી ગેરકાયદેસર ખરીદ વેચાણ થતું હોય જે અલગ અલગ પ્રકારના કેમિકલના બિલ કે પુરાવા પણ ના હોય આ પ્રકારના શંકાસ્પદ કેમિકલનો 427 બેરલનો જથ્થો જેમાં એક બેરલમાં 200 લીટર લેખે કુલ 85400 લિટર કેમિકલ ભરૂચ એસોજીની ટીમે કબજે કર્યું છે. સીઆરપીસી કલમ 102 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ શંકાસ્પદ કેમિકલ ને જીપીસીબીના અધિકારીઓ તથા એફ એફ એલ અધિકારીઓને રૂબરૂ બોલાવી સેમ્પલ લેવડાવવામાં આવ્યા છે સેમ્પલ લઇ રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ થશે તેમ SOG પી આઈ એ જણાવ્યું છે.