Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નગર સહિત પંથકમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં રવિવારે સવારના સમયે નગરના વાતવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને જોત જોતામાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકી પડતા નગરજનો અચંબિત થઇ ઉઠયા હતા. છેલ્લા બે દિવસથી નગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને નગરના આકાશમાં કાળા ડીબાંગ વાદળો ગોરંભાયા બાદ રવિવારે સવારે વીજળીના ચમકારા અને પવન સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી. વહેલી સવારે શરૂ થયેલો વરસાદ લગભગ એક કલાક સુધી વરસતા નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતા. પવન સાથે વરસાદ ખાબકતા નગરનો વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. વરસાદ ધીમો પડતા પુનઃ વીજ પુરવઠો પૂર્વવત થવા પામ્યો હતો.

વરસતા વરસાદ વચ્ચે વીજળીના તેજ ચમકારાથી આકાશ ચમકી ઉઠ્યું હતું. પાલેજ પંથકના ગામોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. ભર શિયાળે જાણે કે અષાઢી માહોલ સર્જાયો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોઇ લગ્ન પ્રસંગો પણ ચાલુ હોવાથી લગ્ન પ્રસંગોમાં વિઘ્ન સર્જાયું હતું તેમજ લગ્ન પ્રસંગના આયોજકો ચિંતાતુર બન્યા હતા. વરસાદને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. હજુ પણ નગરના આકાશમાં વાદળો ઘેરાયેલા હોઇ વરસાદ પડવાની શક્યતાઓ પ્રબળ બનવા પામી છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

2019 की क्रिसमस पर रिलीज होगी सलमान खान की “किक 2”!

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, શું સત્તાધારી પક્ષ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે ?

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસર ભામૈયા ગામમાં તૂટેલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!