નવરાત્રિના દિવસોમા ખેલૈયાઓએ મોંઘવારીને ક્લીન બોલ્ડ કરી નાખી.. જાણો કેવી રીતે
હાલના યુગમાં કારવી મોંઘવારી જણાય રહી છે આર્થીક મંદીનો જમાનો છે તેવી બાબતો ચર્ચાઈ છે ત્યારે નવરાત્રિ મહોત્સવના અઠવાડીયા પહેલાથી ભરૂચ જીલ્લાનાં બજરોમાંથી મોંઘવારી અદ્ર્શ્ય થઈ હઈ હોઈ તેમ લાગે છે. ભરૂચ જીલ્લાના નવરાત્રિના ખેલૈયાઓએ મોંઘવારીનો ક્લિન બોલ્ડ કરી નાખી છે. દુર-દુર થી નવરાત્રિના પરંપરાગત પહેરવેસ ના વેપારીઓ જણાવે છે કે ધંધામા તેજી છે. ચણિયાચોળી હોઈ કે પછી કેડિયુ હોઈ અથવાતો આભુષણો હોઈ આ તમામ નવરાત્રિ સંબધિત ચીજવસ્તુઓ ખરીદવા ખેલૈયાઓએ ખુબ ઉંમગ દાખવતા તેજીનુ વાતાવરણ છાવાઈ ગયુ. બ્યુટીપાર્લરના સંચાલકો કહે છે કે વહેલી સવારથી મોડી રાત સુધી યુવક-યુવતીઓ ની ગરાકી ખુબ મોટા પ્રમાણમાં રહી છે. આ વર્ષેતો ટેટુ માટે પણ ખેલૈયાઓએ અગાઉથી બુકિંગ કરાવવી પડે તેવી પરિસ્થિતિનુ સર્જન થયું સાથે અવનવા આભુષણો તો ખરાજ બજારમાં તીવ્ર ખરીદીનો ધમધમાટ. ભાવ કોઈ પુછતુ નથી પેહેરવેસ આભુષણો બસ ગમવા જોઈએ… હવે બોલો સુ ભરૂચ જીલ્લામાં મોંઘવારીનો યુગ છે ખરો ઉત્સવ અને તેમાં પણ માં અંબા જગદંબાની ભક્તિનો ઉત્સવ હોઈ ત્યારે ખેલૈયાઓ મોંઘવારીને પણ ક્લિન બોલ્ડ કરી નાખે છે.