ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ એ હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાંથી 25 લાખ 76 હજારનાં મુદ્દામાલ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડયો.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર આર. કે. તોરાણી એ બાતમીના આધારે એલસીબી પોલીસનાં કર્મીને સાથે રાખી હાંસોટ પોલીસ સ્ટેશનની હદ સુગર ફેકટરી તરફથી ખરચ તરફ જતાં રસ્તા પર દત્તાત્રય મંદિરની બાજુમાં આવેલ રસ્તા પર ઉભી રહેલ બંધ બોડીની ટ્રક નંબર MH 04 EL 4571 ની તપાસ કરતાં 15 લાખ 76 હજારનો ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ 12 હજાર 886 નંગ જેની કુલ કીમત 15 લાખ 76 હજાર અને ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા કુલ મળીને 25 લાખ 76 હજારનાં મુદ્દામાલ સાથે મળી આવેલ ઉપરોક્ત મળી આવેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થામાંથી બ્રાન્ડ વાઈઝ બે બે બોટલ તથા બિયર ટીન એફ.એસ.એલ. સેમ્પલ તરીકે તથા રિઝર્વ સેમ્પલ તરીકે કાઢી લઇ તમામ સેમ્પલની બોટલો પંચોની સહીવાળી કાપલીઓ મૂકી એલ.સી.બી.પી. એસ. આઈ. આર. કે. તોરાણીના ઓ એ તમામ મુદ્દામાલ વધુ તપાસ અર્થે સુરત એફ. એસ. એલ.માં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.