સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહેવાય છે આ કહેવતને સાર્થક કરવા માટે કડોદરાના સરપંચ દ્વારા સમગ્ર કડોદરા ગામને સ્વચ્છ બનાવવા માટે ભારે ચળવળ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે સ્વચ્છ ભારત મિશન દરમિયાન વિવિધ રીતે શેરી ગામ કે મહોલ્લાને સ્વચ્છ બનાવવાનું ગુજરાત સરકાર સરકાર દ્વારા બીડુ ઝડપવામાં આવ્યું છે. આ તકે કડોદરાના સરપંચે બીવીસી કંપનીના સહકારથી સમગ્ર ગામને કચરો ઉઠાવવા માટેની સુવિધા અર્પણ કરી છે.
કડોદરાના સરપંચ યોગેશસિંહ ગોહિલે પ્રાઉડ ઓફ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બીવીસી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કડોદરા પંથક માટે કચરો ઉઠાવવા માટે એક ટેમ્પોની સુવિધા આપવામાં આવેલ છે આ ટેમ્પો ઠેર ઠેરથી એકત્ર થતો કચરો ઉઠાવી સમગ્ર ગામને સ્વચ્છ બનાવશે આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે સરકારની ગાઈડલાઈન અનુસાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર કડોદરાને સ્વચ્છ બનાવવા માટે અમો હર હંમેશ પ્રયત્ન કરીશું આ તકે બીવીસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો પણ આભાર વ્યક્ત કરી ગામના વિકાસ માટે અને ગામ સ્વચ્છ સુંદર બની રહે તે માટે લોકોને પણ અપીલ કરી હતી. મારું ગામ સ્વચ્છ ગામ સુંદર ગામ સહિતની બાબતો જણાવતા ગુજરાત રાજ્ય સરકારના સ્વચ્છ ભારત મિશનમાં વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ કરી પોતાના ગામને સ્વચ્છ બનાવવું જરૂરી છે તેમ કહ્યું હતું
બીવીસી કંપનીના સહયોગથી કડોદરા ગામમાં કચરો ઉઠાવવાના ટેમ્પોની સુવિધા પ્રાપ્ત થઈ
Advertisement