Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ “રવી કૃષિ મહોત્સવ-૨૩” ના આયોજન અંગે બેઠક યોજાઈ

Share

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થનાર છે તેમજ આજથી બે દિવસીય “રવી કૃષિ મહોત્સવ-૨૩” સાથે સેવાસેતુનો પણ પ્રારંભ થનાર છે, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને “રવી કૃષિ મહોત્સવ-૨૩ અન્વયે જિલ્લાના વિવિધ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

કલેક્ટર તુષાર સુમેરાએ મિટિંગમાં તાલુકાવાર વિવિધ આયોજનો અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને ગ્રામ્ય સ્તરે નિયામાનુસાર તમામ લાયક લાભાર્થીઓને યોજનાના લાભ વિતરણનો લક્ષ્ય સિદ્ધ કરવા માટે સઘન પ્રયત્નો કરવા સૂચના આપી હતી અને રથ આગમન અને કાર્યક્રમ વખતે વિવિધ વિભાગોના સ્ટોલ અને લાભ વિતરણ વ્યવસ્થા અંગેની સુયોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.

Advertisement

તે ઉપરાંત આજથી “રવી કૃષિ મહોત્સવ-૨૩” સાથે સેવાસેતુ કાર્યક્રમ પણ ભરૂચના તમામ તાલુકાઓમાં શરૂઆત થઈ રહી છે. તેની તમામ વિગતો અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવિણ માડાંણીએ વિગતો આપી હતી.

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ થયેલા આયોજન સંદર્ભે સમીક્ષા કરી વ્યવસ્થા જળવાઈ તે માટે તાકીદ કરી હતી. તેમજ કૃષિ તાલુકા અને જિલ્લા સ્તરે સ્થાનિક પદાધિકારીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોને રથ સ્વાગત તેમજ કૃષિ મહોત્સવમાં આમંત્રિત કરવા તથા સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવા અને લોકભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ભરૂચ જિલ્લાના ધારાસભ્ય સર્વેશ્રી રમેશભાઈ મિસ્ત્રી, ડી. કે. સ્વામી, રીતેશભાઈ વસાવા, અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, જિલ્લા વિકાસ અધિકારી પી. આર.જોષી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ સહિત સંબંધિત વિભાગના જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચમાં મોહરમ તાજીયા ના પર્વ નિમિત્તે શહેરમાં સ્વચ્છતા સ્ટ્રીટ લાઈટ સહિતની તકેદારી રાખવા પ્રશાસનને તાજીયા કમિટી દ્વારા રજૂઆત

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

ProudOfGujarat

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!