દેશના ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે ઝઘડીયા તાલુકાના લીમોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગામે આવેલા રથનો ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાની તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામની બાળાઓ દ્નારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, પ્રાથમિક શાળા ખાતે આવેલા રથ થકી સૌ ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરોલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. સૌ ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી.
લીમોદરા ગામમાં ૫૩ જેટલા આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેનું વિતરણ ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતું. ટી.બી. ના ૮૮ દર્દીઓ, સિકલસેલ એનીમિયાના ૩૫ જેટલા દર્દીઓનું સ્ક્રીનીંગ કરાયુ હતું સાથે રસીકરણ અને મેડીકલ હેલ્થને લગતી કામગીરી પણ કરવામાં આવી હતી.
તે ઉપરાંત, આ પ્રસંગે પોષણ યોજના, પશુપાલન, ટીબી નિક્ષય વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. કાર્યક્રમ અન્વયે હેલ્થ કેમ્પ, પશુ હેલ્થ કેમ્પ, ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન તેમજ રસીકરણ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, ગામના સપરંચ,પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, અગ્રણીઓ, તેમજ પદાધિકારી/અધિકારી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.