આજે 20 મી નવેમ્બર છઠ મહાપર્વનો ચોથો અને છેલ્લો દિવસ છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા માટે છઠ ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું હતું.
છઠ ઉત્સવની શરૂઆત ન્હાય-ખાય સાથે થાય છે. આ પછી, બીજા દિવસને ખારણા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા દિવસને સંધ્યા અર્ઘ્ય તરીકે અને ચોથા દિવસને ઉષા અર્ઘ્ય તરીકે ઓળખવામાં આવે છે.
રવિવારે ઉત્સવના ત્રીજા દિવસે અંકલેશ્વરમાં ઉત્તર ભારતીય સમાજના લોકો સંધ્યા અર્ઘ્ય માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ અવસર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
Advertisement