Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુટલેગરો ઝડપાયા – ભરૂચના હલદર ગામ ખાતે ક્રાઇમ બ્રાંચના દરોડા, લાખ ઉપરાંતના શરાબના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ

Share

ભરૂચ તાલુકાના હલદર ગામે નવી નગરીમાંથી એલસીબીએ 66 હજારના દારૂ સાથે 3 ને ઝડપી પાડ્યા, જ્યારે બુટલેગર બંધુ સહિત 3 નાસી છૂટ્યા હતા. ભરૂચ LCB ની ટીમ તહેવારોમાં પેટ્રોલિંગમાં હતી તે વેળા હલદર ગામે બે ભાઈઓ ભેગા મળી તેઓના પન્ટરો મારફતે દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.

જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ નવીનગરી વિસ્તારમાં દરોડા પાડી તલાસી લેતા અલગ અલગ મકાનમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ 1,27,660 ના મુદ્દામાલ સાથે બુટલેગર આશિષ ઉર્ફે મોન્ટુ વસાવા રહે,હલદર ગામ (2) અમિત રતિલાલ વસાવા રહે, હલદર ગામ (3) સુનિલ સુરેશભાઈ વસાવા રહે, હલદર ગામ નાઓને ઝડપી પાડી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

જંબુસરના ખાનપૂર ખાતેથી ગૌમાંસ ભરેલ પિક અપ ગાડી સાથે ચાર ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : સહકારી આગેવાન સંદીપસિંહ માંગરોલાએ પત્રકાર પરિષદ યોજી આક્ષેપ કર્યા.

ProudOfGujarat

ભરૂચ સુપર માર્કેટ વિસ્તારમાં બુટલેગરો દ્વારા ત્રણ લોકોનુ અપહરણ કરી ધાબા પરથી ફેંકવાની ઘમકી અને મારામારી પ્રકરણમાં બે આરોપીઓના જામીનના મંજુર કરતી ભરૂચ સેસન્સ કોર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!