ભરૂચ રેલવે સ્ટેશન પર એક અજાણ્યા આધેડનું કોઈ પણ બીમારીને કારણે મોત નિપજવા પામ્યું હતું. બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગતરોજ રોજ એક અજાણ્યો ઉ. વ. ૫૦ ના આશરાનો અજાણ્યો ઇસમ ભરૂચ રેલવે સ્ટેશનની ઉત્તરે પ્લેટકોમ નંબર ૨/૩ પર કોઈ પણ કદરતી બીમારીને કારણે મરણ પામ્યો હતો. રેલવે પોલીસને બનાવની જાણ થતા હેડ કોન્સ્ટેબલ સંગીતસિંહ અમરસિંહ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકનાં વારસોએ ભરૂચ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
યાકુબ પટેલ..પાલેજ
Advertisement