Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ તાલુકાના સેગવા ગામમાં કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો હતો. સેગવા જેવા નાનકડા ગામમાં કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનું ગામના વિદેશમાં વસતા એન આર આઇ મિત્રોના સહયોગથી નિર્માણ પામશે. કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી હજરત સૈયદ જમાલુદ્દીન બાવા સાહેબ (યુ એસ એ) ના હસ્તે કરવામાં આવ્યો હતો.

ગામની મસ્જિદના પેશ ઇમામ મૌલાના મોહમ્મદ સાજીદ સાહેબ દ્વારા દુઆ ગુજારી પાયાવિધી કરવામાં આવી હતી. સેગવા જેવા નાનકડા ગામમાં કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનું નિર્માણ પામશે ત્યારે ગ્રામજનોને સુંદર સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે વિદેશમાં વસતા મજીદભાઈ ધુરત, પુર્વ સરપંચ ગૂલામભાઈ નાથા, પુર્વ તાલુકા સદસ્ય સીરાજભાઈ, દરિયાઈ એજ્યુકેશન ટ્રસ્ટના સદસ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ ના કતોપોર દાળાગલી સ્થિત કરિયાણા ની દુકાન અને અન્ય ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા.

ProudOfGujarat

વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ

ProudOfGujarat

ભરૂચ-ભેરસમ ગામે ચાર બાળકોએ બિન આરોગ્યપ્રદ રતનજોતના બિજ ખાઈ જતા તબિયત લથડી-બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!