Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં દેશી દારૂનું વેચાણ કરતી 8 મહિલા સહિત અન્ય 6 બુટલેગર ઝડપાયા

Share

નેત્રંગ -દેડિયાપાડા રોડ ઉપર આવેલા થવા ગામના પાટિયા પાસે વિદેશી દારૂની બોટલો ભરેલા થેલા સાથે ઉભેલા એક બુટલેગર અને નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ અલગ બીટોના પોલીસ રેડ કરી ૮ બૂટલેગરો સહિત અન્ય ૬ બુટલેગર મળી કુલ ૧૩ બૂટલેગર ઝડપાઇ જતાં બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો છે.

નેત્રંગ પોલીસને મળેલી બાતમીના આધારે નેત્રંગ-દેડિયાપાડા રોડ પર આવેલા થવા ગામના પાટિયા પાસે એક અજાણ્યો શખ્સ વિદેશી દારૂની બોટેલો ભરેલા થેલા સાથે ઉભો હતો. પોલીસે થવા ગામના પાટિયા પાસે જઇ શખ્સની અંગઝડતી કરતા રૂ.૫૮૦૦ નો દારૂ ઝડપી લીધો હતો.

Advertisement

તેનું નામ પૂછતા ધર્મેશ જેસીંગ વસાવા રહે નિશાળ ફળિયુ પોમલાપાડા તા. દેડિયાપાડા જિ નર્મદા જ્યારે અલગ અલગ બીટ વિસ્તારોમા દેશી દારૂનુ વેચાણ કરનાર બૂટલેગરોમાં (૧) સંવિતા ઉફે ગોમતી વસાવા રહે લાલમંટોડી નેત્રંગ.(૨) શકુ વલ્લભ વસાવા રહે નિશાળ ફળયુ કોયલી માંડવી (૩) સુરી સરાધ વસાવા રહે ચંદવાણ તાડ કંપની.(૪) સંગીતા અર્જુન વસાવા રહે સ્ટેશન ફળીયુ મોટામાલપોર (૫) ઉર્મિલા સુરેન્દ્ર વસાવા રહે ગૌચર ફળીયુ મોટા જાંબુડા (૬)સુમિત્રા છગન વસાવા રહે ઝરણાવાડી (૭) સુનંદા રાજેશ વસાવા રહે ઝરણા ફોરેસ્ટ (૮) સુરકીયા સેંગજી વસાવા રહે ચંદવાણ તાડકંપની (૯)લક્ષ્મણ દેવા વસાવા રહે ખરેઠા (૧૦) હરી સોનજી વસાવા રહે નવીનગરી વાંકોલ (૧૧) જેઠા દલસુખ વસાવા રહે મચામડી (૧૨) દિલીપ ચંદુ વસાવા. રહે વરખડી (૧૩) જશુ ફકીયા વસાવા રહે ખરેઠા.મોટા જાબુંડા ખાતે રહેતી મહિલા બૂટલેગર ઉર્મિલા સુરેન્દ્રને ત્યા પોલીસે સતત બે દિવસ રેડ કરી હતી.


Share

Related posts

ભરૂચ અંકલેશ્વર ટવીન્સ સીટી વચ્ચે આગમી તા. 22 થી સીટી બસ સેવાઓ થશે શરૂ.

ProudOfGujarat

વડોદરાના તાંદલજા અને ગોત્રીમાં દરોડા દરમિયાન ગાંજો વેચતા બે કેરિયર પકડાયા, બે સપ્લાયર વોન્ટેડ

ProudOfGujarat

પંચમહાલનાં બજારોમાં દિવાળીનાં તહેવારને લઇને અવનવા કોડીયાઓનું વેચાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!