સામાન્ય દિવસો કરતા દિવાળી પર્વને લીધે ઇમરજન્સીના કેસોમાં પણ વધારો થતો જોવા મળે છે. જેમાં મુખ્યત્વે રોડ અકસ્માત, દાઝી જવાના કેસો, શ્વાસોશ્વાસમાં તકલીફ વગેરેના કેસોમાં વધારો થતો જોવા મળતો હોય છે. જ્યારે આ તમામ પ્રકારના કેસોમાં ઝડપથી સેવા આપવા માટે ભરૂચ 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સો ખાસ દિવાળીના પર્વમાં એલર્ટ રાખવામાં આવી છે જેમાં 108 એમ્બ્યુલન્સના આશરે 85 જેટલા કર્મચારીઓ સેવામાં ખડેપગે હાજર રહેશે.
છેલ્લા બે વર્ષના આખા ગુજરાતમાં દિવાળી તહેવારના ઇમર્જન્સીના આંકડા ઉપર નજર કરીએ તો 2021 માં રોજના ઇમરજન્સીના 3546 જેટલા કેસો નોંધાયેલ છે જેમાં દિવાળીના દિવસે 3581 કેસ નોંધાયેલા, નવ વર્ષના દિવસે 4307 કેસ નોંધાયેલ અને ભાઈબીજના દિવસે 3868 કેસ નોંધાયેલ હતા. તેવી જ રીતે 2022 માં રોજના કેસો 3651 હતા જેમાં દિવાળી પર્વના લીધે દિવાળીના દિવસે 3827 કેસો, નવું વર્ષના દિવસે 4288 કેસો તેમજ ભાઈબીજના દિવસે 4214 કેસો નોંધાયેલા હતા્. આમ આગળના વર્ષોમાં નોંધાયેલ કેસોને ધ્યાનમાં રાખીને 2023 માં આશરે રોજના અત્યારે જે કેસો નોંધાય છે તે 3961 છે જે અનુમાનના આધારે દિવાળીના દિવસે 4100 કેસો નોંધાઈ શકે છે અને નવું વર્ષના દિવસે 4681 કેસો નોંધાઈ શકે છે તેમજ ભાઈબીજના દિવસે 4396 જેટલા કેસો નોંધાઈ શકે છે.
ભરૂચ જિલ્લાની જો વાત કરીએ તો રોજના નોંધાતા ઈમરજન્સી કહેશો આશરે 86 જેટલા છે જેમાં અનુમાનના આધારે દિવાળીના રોજ આશરે 96 કહેશો એટલે કે 11.63% નો વધારો જોવા મળી શકે છે તેવી જ રીતે નવું વર્ષના દિવસે ૯૯ કેસો એટલે કે 15.12 ટકા જેટલો વધારો તેમજ ભાઈબીજના દિવસે 105 જેટલા કેસો એટલે કે 22.09 ટકા જેટલો વધારો જોવા મળે તેવું અનુમાન કરવામાં આવે છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાવાસીઓને 108 ઈમરજન્સી દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે તહેવારોમાં તમારું વાહન ધ્યાનથી હંકારવુ કે જેથી કોઈ અકસ્માતનો ભોગના બનાય. આ સાથે વધુ ધુમાડાવાળા અને મોટા અવાજવાળા ફટાકડા ફોડવાનો ટાળવા જોઈએ. નાના બાળકો સાથે વડીલોએ ઉભા રહીને જ ફટાકડા ફરવા જોઈએ. તેમ છતાં જો કોઈપણ પ્રકારની ઈમરજન્સી ઊભી થાય તો વિના સંકોચે 108 ઈમરજન્સી સેવામાં ફોન કરવો કે જેથી કોઈના જીવ બચાવવામાં આપણે સહભાગી થઈએ છીએ થઈ શકે.